Skip to main content
Settings Settings for Dark

આજે અધિક માસની જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Live TV

X
  • આજે અધિકમાસની જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે વિશ્વવિખ્યાત અંબાજી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભારે ગરમી હોવા છતાં ભક્તોમાં માતાજીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પીવાના ઠંડા પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.એક તરફ ઉનાળાની રજાઓ, રવિવાર અને પૂર્ણિમાનો ત્રિવેણી સંયોગ સર્જાતા અંબાજી તરફ જતા હાઇવે માર્ગો પર પણ વાહનોની ભારે અવરજવર જોવા મળી હતી. અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકનું દબાણ વધ્યું હતું. કૌશિક મોદી અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું કે અંબાજી મંદિરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply