આજે આઠ અને આવતીકાલે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં વરસાદનું જોર ધીરેધીરે વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તો આવતીકાલ માટે અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
આ તરફ આજે પાટણમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયુ છે..પાટણ શહેર અને આસપાસના ગામોમાં વરસાદથી નગરજનોને ગરમી અને ઉકળાટથી રાહત મળી ગઈ છે..દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે..મધરાત્રે ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો..દ્વારકા અને ખંભાળિયા પંથકના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે..તો અમરેલીના ધારી ગીર પંથકમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે..ધારી ગીરના દલખાણિયા, શેમરડી, ગીગાસણ, કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ધારીની શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી..
