આજે કવિશ્વર દલપતરામની 200મી જન્મજયંતિ
Live TV
-
આજે કવિશ્વર દલપતરામની 200મી જન્મ જ્યંતિ છે. કવિ દલપતરામ ગુજરાતી ભાષાના એવા સમર્થ સર્જક છે, જેમના સર્જનબળથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચેનો શબ્દ સેતુ રચાયો. સુધારક યુગના પ્રખર સમાજ સેવી દલપતરામ કવિ નર્મદના સમકાલીન હતા. વર્ષ 1820માં , વઢવાણ - સુરેન્દ્રનગર ખાતે તેમનો જન્મ થયો હતો. તેમણે અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ, અને બાળ લગ્ન વિરૂદ્ધ લેખો લખ્યા હતા. તેમણે ગુજરાતી ભાષાને પ્રથમ પ્રકૃતિ કાવ્ય- 'બાપાની પીપર' તેમજ પ્રથમ નિબંધ ઉપરાંત પ્રથમ નાટક પણ આપ્યું હતું. બૃદ્ધિ પ્રકાશ સામાયીક શરૂ કરવામાં , તેમનો યશસ્વી ફાળો છે. ગુજરાતી ભાષાનું પ્રથમ વિરહ કાવ્ય , તેમણે પોતાના મિત્ર ફોર્બ્સના નિધન સમયે , ફાર્બસ વિરહના નામથી લખ્યું હતું. દલપતરામનું નાટક 'મિથ્યાભિમાન' , સમયના વહેણની સીમાઓ વટાવીને આજે પણ નાટ્યકારોમાં એટલું જ પ્રચલીત છે. આજે જન્મ દ્વિસતાબ્દીના સમયે ગુજરાતી સાહિત્યના ચાહકોમાં ઉત્સાહ અને ગર્વની લાગણી પ્રવર્તી રહી છે
