આજે ગુજરાતમાં ભાજપના 16 અને કોંગ્રેસના 9 ઉમેદવારો ફોર્મ ભરશે
Live TV
-
ગુજરાતમાં ભાજપના 16 અને કૉંગ્રેસના નવ ઉમેદવાર આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં રોડ શૉ યોજ્યો હતો. યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોચ્યા હતા.
આ અસરે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત છે. 12.39 ના વિજય મુહૂર્તમાં પરશોત્તમ ચૂંટણી ફોર્મ ભરશે.આ ઉપરાંત સાબરકાંઠાથી શૌભના બારૈયા ઉમેદવારી નોંધાવશે. તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આણંદથી ભાજપ ઉમેદવાર મિતેષ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે.
કચ્છથી ભાજપ ઉમેદવાર વિનોદ યાવડા સી.આર.પાટીલની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.કૉંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, કચ્છથી નિતેશ લાલણ,સાબરકાંઠાથી ડૉ. તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ,અમરેલીથી જેની ઠુંમ્મર, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ,છોટાઉદેપુરથી સુખરામ રાઠવા,વલસાડથી અનંત પટેલ, અને પોરબંદરથી લલિત વસોયા ઉમેદવારી ફોર્મ ભરશે.
