આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિ પીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ
Live TV
-
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું અનેરૂ મહત્વ છે. ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે. જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે.
ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. અને માતાજીની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે. ભકતો દ્વારા અહી આરતી નો લાભ લેવામાં છે. મંદિર તરફથી લોકો માટે જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.
આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિ પીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. આજના આ પવિત્ર દિવસે સવારથી જ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને સાથે જ ચાચર ચોકમાં ભક્તો માતાજીના ગરબાના તળે ઝૂમ્યા હતા. ચૈત્રી નવરાત્રીનુ અનેરૂ મહત્વ હોવાથી મંદિર ટ્રસ્ટ તરફથી પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું અનેરૂ મહત્વ છે. ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે. જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. અને માતાજીની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે. ભકતો દ્વારા અહી આરતી નો લાભ લેવામાં છે. મંદિર તરફથી લોકો માટે જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.