Skip to main content
Settings Settings for Dark

આજે નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાત વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કરશે

Live TV

X
  • ગઈકાલથી શરુ થયેલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી પ્રશ્નોતરી બાદ બપોરના સમયે બજેટ રજૂ કરશે. પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે.

    આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.

    ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટ સત્રની શરૂઆત બાદ ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. પ્રશ્નોતરી કાળ બાદ સવારે 11 વાગ્યે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બજેટનું વાંચન શરૂ કરે તેવી શક્યતા છે.      

    માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

    નોંધનીય છે કે ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. 15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૃહમાં સંબોધન કર્યું હતું. રાજ્યપાલે ગુજરાતને લાખો કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ ગણાવી જણાવ્યું કે, રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રીત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.

    ભરૂચ જિલ્લાના જંબુસરમાં  815.44 હેકટર વિસ્તારમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ભારત સરકાની સૈધ્ધાંતિક મંજૂરી મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા 1300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તો રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 3.53 ઘણી વૃદ્ધિ હાંસલ થઈ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. બાદમાં વિધાનસભામાં ગૃહમાં ગુજરાત ગણોત વહીવટી અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું હતું.                                                                             

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
apply