આજે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની આણંદ,વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા
Live TV
-
ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ધૂંઆધાર પ્રચાર
લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોર-શોરથી ચાલી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ચાર ચૂંટણી સભાઓ કરશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યભરના 11 લોકસભા મતવિસ્તારોને આવરી લેતા છ જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો આજે ચાર સભાને સંબોધશે.
પ્રધાનમંત્રી મોદીએ આજે આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં જંગી જનસભાનું આયોજન કર્યું હતું. સૌ પ્રથમ તેમણે ગુજરાતીમાં સંવાદની શરૂઆત કરી હતી. અને મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત થવા માટે આભાર માન્યો હતો.
1 મેના રોજ, જે ગુજરાતના સ્થાપના દિવસ હતો આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે જાહેર સભાઓને સંબોધિત કરી હી. એક એક ડીસા, હિંમતનગર, સાબરકાંઠામાં. સભા યોજી હતી. આજે મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કરશે.
સવારે 11 કલાકની આસપાસ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ચૂંટણી સભા કરશે. ત્યાર બાદ સુરેન્દ્રનગરમાં બપોરે 1 કલાકની આસપાસ સભા કરશે. તો બપોરે 3 કલાકની આસપાસ તેમની ત્રીજી સભા જુનાગઢમાં કરશે અને જામનગરમાં સાંજે 5.15 કલાકની આસપાસ ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી સભા કરશે. બુધવારે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા