આજે CM નર્મદામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કરશે નિરીક્ષણ
Live TV
-
કુલ 2989 કરોડ રૂપિયાનો આ કુલ પ્રોજેક્ટ છે
સરદાર પટેલ ની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂરું થતા 8 થી 10 ટન વજન ના બ્રોન્ઝ ના પડ લગાડવાનું શરૂ થયાને 6 મહિના વીત્યા બાદ સરદાર વલ્લભાઇ પટેલની મહાકાય પ્રતિમાનો આકાર હવે દેખાવા લાગ્યો છે. ત્યારે મુખ્યમંત્રી કામગીરીની સમિક્ષા કરશે. સરદાર પટેલ ની જન્મ જ્યંતી 31 ઓક્ટોમ્બરને હવે માત્ર સવા બે મહિના જેટલો સમય બાકી છે. પ્રધાન મંત્રી મોદી અહીંયા આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે કુલ 2989 કરોડ રૂપિયાનો આ કુલ પ્રોજેક્ટ છે. પ્રધાનમંત્રીની આ ડ્રિમ પ્રોજેક્ટ છે કારણ કે સરદાર પટેલ ની આ 182 મીટર ઉંચી પ્રતિમા માટે તેઓ આપી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનું નિરીક્ષણ કરશે