Skip to main content
Settings Settings for Dark

આણંદઃ બંધન બેંક લૂંટનાર 3 આરોપીઓેને પોલીસે ઝડપી કાઢ્યા 

Live TV

X
  • આણંદમાં ૧૪ દિવસ પહેલા ૧૦૦ ફૂટ રોડ પર થયેલ બંધન બેંકમાં લુંટની ઘટનામાં આણંદ એલસીબીને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આણંદમાં બંધન બેંક રવિવારે ચાલુ હતી અને આ જ તકનો લાભ લઇ ત્રણ લુટારાઓ બેંકમાં આવી પહોચ્યા અને બેંકમાં હાજર કર્મચારીઓને બંધક બનાવી બેન્કના વોલ્ટની ચાવીઓ મેળવી ૮૮ લાખની લુંટ ચલાવી લૂંટારૂ ફરાર થઇ ગયા હતા. 

    જે ઘટનાની જાણ આણંદ પોલીસને કરવામાં આવતા આણંદ એલસીબી ધ્વરા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી ,જેમાં ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સ મદદથી ઘટનામાં વપરાયેલ કારના નંબરની ઓળખ થતા આણંદ એલસીબી લુંટના કામને અંજામ આપનાર આરોપીઓ સુધી પહોચી ગઈ હતી. 

    બંધન બેંકમાં લુંટના ગુનાને અંજામ આપનાર બીજો કોઈ નહિ પણ બંધન બેન્કનો પૂર્વ કમર્ચારી અને હાલમાં લુણાવાડા એક્સીસ બેંકમાં ફરજ બજાવતો સંદીપ પંચાલ હતો જેના ભાઈના ધંધામાં દેવું થઇ જતા આણંદના પોતાના બે મિત્રો સાથે મળી લુંટના કામને અંજામ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply