Skip to main content
Settings Settings for Dark

આણંદ જિલ્લાને વડોદરાથી જોડતો બ્રિજ તૂટ્યો, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત

Live TV

X
  • ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો. સમગ્ર ઘટનામાં 4 લોકો નદીમાં ખાબક્યાની આશંકા સેવાઈ રહી છે.પાદરા પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તરવૈયા અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી ચાલુ કરાઈ છે. 1981માં બ્રિજનું નિર્માણ કરાયું હતું અને 1985માં બ્રિજને ખુલ્લો મુકાયો હતો.

    આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.

    જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

    છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply