આણંદ જિલ્લામાં શિવાની ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી
Live TV
-
આણંદ જિલ્લામાં શિવાની ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની ડી.એન. હાઇસ્કૂલ ખાતે નગરપાલિકાઓની પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓ માટે ગણિત જેવા અઘરા વિષયને રસપ્રદ બનાવવા વિશેષ ગેમ બનાવવામાં આવી છે. કોરોના પછી લાંબા સમય બાદ બાળકો સ્કૂલે આવતા હોય ત્યારે બાળકોને ગણિત જેવો વિષય રસપ્રદ લાગે અને તેઓ સરસ રીતે ભણી શકે તે માટે મેથેમેટિક ગેમ બનાવવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લાની ખાનગી શાળાઓમાં આવા પ્રયોગો હાથ ધરાતા હોય છે પરંતુ નગર પાલિકાઓની શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રયોગ નવતર બની રહેશે.. અને તે માટે શિક્ષકોને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
