Skip to main content
Settings Settings for Dark

આપણે ભાષા, સંપ્રદાય અને ધર્મના ભેદને ત્યાગીને માનવ બનીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Live TV

X
  • 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' અભિયાન અંતર્ગત રાજભવનમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 31 ઓક્ટોબર 2019ના દિવસે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ 2કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત થયા હતા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં ભાગ લેવા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના યુવાન કલાકાર ભાઈ-બહેનો રાજભવન પધાર્યા હતા, સાથે ગુજરાતના યુવાનોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગુજરાતના યુવાનોએ સાથે મળીને પોતપોતાની કલાની પ્રસ્તુતિ કરી ત્યારે સાચા અર્થમાં 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના તાદ્રશ્ય થઈ હતી. જમ્મુ-કશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં લેહ- લદ્દાખના કલાકારોએ લદ્દાખી લોકગીત અને 'જબરો' લોકનૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરથી આવેલા કલાકારોએ 'રૌફ નૃત્ય' ની રસપ્રદ પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતી કલાકારોએ રાસ-ગરબાની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતમાં સ્થાયી થયેલા જમ્મુ-કશ્મીરના નાગરિકો, ભારતીય વાયુસેના અને અન્ય સુરક્ષા દળોમાં ફરજ બજાવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ અને પરિવારજનોએ રાજભવનમાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખ દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે આપણે ભારતવાસીઓ ભાષા, સંપ્રદાય અને ધર્મના ભેદને ત્યાગીને માનવ બનીએ. એક પરિવારની જેમ ભાઈચારાથી જોડાઈએ. એકમેકના સહયોગી બનીએ. એકતામાં જ આનંદ છે અનેકતામાં આફત છે, દિલને જોડવામાં આનંદ છે, તોડવામાં તકલીફ છે. યુદ્ધમાં પીડા છે, પ્રેમમાં જ પ્રસન્નતા છે. તેમણે કહ્યું કે, ગીત, સંગીત અને નૃત્યમાં જેટલી મધુરતા, સાદગી, એક્ય, સ્નેહ અને પોતાપણું હોય છે એ પરસ્પરના વ્યવહારમાં આવી જાય તો આપણો દેશ વધુ સુંદર બને. સંસ્કૃતિ અને વિચારોનું આદાન-પ્રદાન કરીને પરસ્પર તારતમ્ય બેસાડી શકીએ તો 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની કલ્પના ફલિત થશે. જમ્મુ-કાશ્મીર 'ધરતી પરનું સ્વર્ગ' છે. કાશ્મીરિયત અને કાશ્મીરની કલા-કારીગરી, કુદરત, ખાનપાન, સંસ્કૃતિ બેજોડ છે. આ પ્રદેશ ભારતનો મુગટ છે, અને મુગટ હંમેશા શોભા વધારે છે. એકતા અને અખંડતાથી જમ્મુ-કાશ્મીરે ભારતને વધુ ઉન્નત બનાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત એવો પ્રદેશ છે કે જે અહીં આવીને વસે છે તે અહીંનો જ થઈ જાય છે. ગુજરાતીઓને અન્યોને પોતાના કરતાં આવડે છે અને ગુજરાતીઓને અન્યનાં થતાં પણ આવડે છે. જીવન જીવવાનો આ જ સાચો રસ્તો છે. તેમણે જમ્મુ-કશ્મીર અને લદ્દાખના નાગરિકોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply