Skip to main content
Settings Settings for Dark

આરોગ્યમંત્રીના અધ્યક્ષસ્થાને PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક

Live TV

X
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઇ કાલે સાંજે 11 ડિસેમ્બરના રોજ PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

    આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર હર્ષદ પટેલ, નેશનલ હેલ્થ મિશનના મેનેજીંગ ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યાં હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક સંદર્ભે જણાવ્યું છે કે , પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે નવીન SOP માં કોઈપણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સરળ , સુગમ્ય અને સમગ્ર વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. 

    PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ(બાળરોગ) સારવારની પ્રોસીઝર માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ પી.એમ.જે.એ.વાય. સંલ્ગન હોસ્પિટલે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે.

    ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર અને નિયોનેટલ કેર એટલે કે બાળકોની લગતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે જેમાં પણ નિષ્ણાંત તબીબોના સૂચન લેવામાં આવ્યા હતા. વધુમાં જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે સ્ટેટ
    એન્ટી ફ્રોડ યુનિટની અલાયદી ટીમો તૈયાર કરવામાં આવશે. જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત, શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત લઇની જરૂરી કાર્યવાહી હાથ ધરશે. તાજેતરમાં તાત્કાલિક અસરથી કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીની પ્રોસીઝર માટે હોસ્પિટલએ ફરજીયાતપણે સાથે જ બંને સ્પેશ્યાલિટી લેવાની તથા બંને સ્પેશ્યાલિસ્ટ ફરજીયાતપણે ફુલ ટાઇમ રાખવાની જોગવાઇ કરાઇ છે. 

    કાર્ડિયોની પ્રોસિઝર કરતી હોસ્પિટ્લસ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને અને SHA/IC/ISA ને જમા કરાવવાની રહેશે. વધુમાં આ CD પોર્ટલ પર પણ અપલોડ થાય તે માટેની પણ વ્યવસ્થા હાથ ધરવા મંત્રી એ સૂચન કર્યું હતુ. યોજના સાથે સંલગ્ન હોસ્પિટ્લસ ઉપરની માર્ગદર્શિકા મુજબ બંને સ્પેશ્યાલિટી સાથે સંલગ્ન ના થઇ શકે તેવા સંજોગોમાં લાભાર્થીઓની ઇમરજન્સી સારવાર માટે પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝર કરવા માટેની જ માન્યતા આપવામાં આવશે. 

    IGRT (ઇમેજ ગાઇડેડ રેડિએશન થેરાપી) માટે CBCT(કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) કરવા માટેની ઇમેજ KV(કિલો વોટ) મા જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ ફરજીયાત કરવામાં આવશે. જેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે. વધુમાં કેન્સરની ટ્રિટમેન્ટ માટેના કેટલાક પેકેજમાં પણ સુધારા કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply