આવતીકાલે પોરબંદર જિલ્લાની 15 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે
Live TV
-
પોરબંદર તાલુકાની શીશલી, ટુકાડા મિંયાણી, વડાળા, વિંઝરાણા, મોઢવાડા, અડવાણા, સોઢાણા અને બેરણ એમ સાત ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી બાદ હવે આઠ હજારથી વધારે ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે. આવતી કાલે તા. 22 જુનને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે, પોરબંદર જીલ્લાની 15 ગ્રામ પંચાયતની ચુંટણી મળી કુલ 19 ગ્રામ પંચાયતો પૈકી પોરબંદર તાલુકાની કેશોદ-લુશાળા બેરણ તેમજ કુતિયાણા તાલુકાની ટીબીનેશ અને કવલકા સમરસ બની જયારે પોરબંદર તાલુકાની શીશલી, ટુકાડા મિંયાણી, વડાળા, વિંઝરાણા, મોઢવાડા, અડવાણા, સોઢાણા અને બેરણ એમ સાત ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે.
જયારે રાણાવાવ તાલુકાની ઠોયાણા, આદિતપરા અને અમરદડ તેમજ કુતિયાણા તાલુકાની અમીપુર, જમરા, અમર, માલ અને દેવડા ગ્રામપંચાયતની ચુંટણી યોજાઈ હતી. ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ તંત્ર દ્રારા તૈયારી કરી લેવામા આવી છે. જે ગામોમાં સામાન્ય ચુંટણી છે. તેમા સરપંચ પદને લઈ ભારે ખેંચ તાણ ચાલી રહી હોવાનુ કહેવાય છે.
