Skip to main content
Settings Settings for Dark

આ વર્ષે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર ધામધૂમથી ઊજવાશે નવરાત્રી

Live TV

X
  • રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.

    ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઊજવાશે. કોરોના મહામારી બાદ આ વર્ષે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર નવરાત્રી દરમિયાન ગરબા યોજાશે. રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે કે,  9 દિવસ દરમિયાન રાત્રીના 10 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.  આ સાથે દશેરાના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. ગૃહ મંત્રાલયે જાહેર કરેલા પરીપત્રમાં કહેવાયું છે કે, આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply