ઇમરજન્સી સર્વિસ 108 દ્વારા દિવાળી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર
Live TV
-
દિવાળીનાં પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે, ઇમરજન્સી સર્વિસ 108 દ્વારા દિવાળી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સામાન્ય દિવસો કરતા દિવાળી અને બેસતા વર્ષના દિવસે 108 માં ઇમરજન્સી કોલની સંખ્યામાં 15 થી 36 ટકાનો વધારો જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી હેલ્પ લાઇનમાં કામ કરતા કર્મચારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પાયલોટ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ વર્ષે 108 ની 800 થી વધુ એમ્બ્યુલન્સની સાથે ગવર્મેન્ટ હોસ્પિટલની પણ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ વધારાની એમ્બ્યુલન્સ અને સરકારની નવી તકનીકને કારણે લોકોને ત્વરિત સારવાર મળી રહેશે.
