Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોર-આઉટડોર પ્લાન્ટ્સ અને કિચેન ગાર્ડન અપનાવીને પર્યાવરણની કાળજી લેવાની કરીએ શરૂઆત

Live TV

X
  • વિશ્વ પર્યાવરણ દિવસની સાચી શરૂઆત આપણા આંગણા અને ઘરેથી જ થવી જોઈએ. જ્યારે આપણે પોતાના ઘરને લીલા-છમ છમ બનાવીએ છીએ, ત્યારે આપણે માત્ર પોતાનું વાતાવરણ જ નહીં, સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

    આધુનિક જીવનમાં ઘરને પર્યાવરણ-મિત્ર બનાવવું એ મોટી જવાબદારી તો છે જ, સાથે તે આપણા સ્વાસ્થ્ય અને સુખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નાના-નાના પગલાંથી મોટા પરિવર્તન લાવી શકાય છે.આજના આધુનિક યુગમાં ઈન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સ એક લોકપ્રિય શોખ બની ગયા છે. ઘરની અંદર સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, પીસ લીલી જેવા છોડ હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન વધારે છે. બાલ્કની, ટેરેસ કે આંગણામાં આઉટડોર પ્લાન્ટ્સ જેમ કે રોઝ, હિબિસ્કસ અને ફ્રુટ પ્લાન્ટ્સ લગાવવાથી ઘરનું વાતાવરણ તાજગીથી ભરાઈ જાય છે. આ છોડ માત્ર સુંદરતા સાથે તાપમાન નિયંત્રિત કરીને ઊર્જા બચાવે છે અને પક્ષીઓ તથા પ્રકૃતિને પણ આકર્ષે છે.
    આ શોખને કારણે ઘણા યુવાનો અને પરિવારો આજે પ્લાસ્ટિકના વાસણોને બદલે માટીના વાસણો અપનાવી રહ્યા છે. આ એક સારી શરૂઆત છે જે પર્યાવરણ સાથે વ્યક્તિગત જોડાણ વધારે છે.

    કિચેન ગાર્ડન આજે સૌથી વધુ લોકપ્રિય અને ઉપયોગી આધુનિક શોખ છે. ઘરની બાલ્કની, છત કે નાના આંગણામાં ટમેટા, મરચા, ધાણા, પુદીના, પાલક અને અન્ય શાકભાજી ઉગાડવાથી આપણે તાજા અને કેમિકલ-મુક્ત ખોરાક મેળવીએ છીએ. આનાથી વાહનોના ઉપયોગમાં ઘટાડો થાય છે, કારણ કે બજારથી શાકભાજી લાવવાની જરૂર ઓછી પડે છે. આમ, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે છે.કિચન ગાર્ડનમાં કમ્પોસ્ટ બનાવવાથી રસોડાનો કચરો પણ ખાતરમાં ફેરવાઈ જાય છે. આ પ્રક્રિયા બાળકોને પણ પર્યાવરણ અને પ્રકૃતિ વિશે વ્યવહારિક જ્ઞાન આપે છે. ઘરના બગીચાને લીલો રાખવાથી માત્ર ઓક્સિજન જ નથી મળતો, પરંતુ માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.જ્યારે હજારો પરિવારો પોતાના ઘર અને આંગણાને લીલા બનાવશે, ત્યારે સમગ્ર સમાજ અને દેશનું પર્યાવરણ સ્વચ્છ અને સુંદર બનશે. વિશ્વ પર્યાવરણ દિવસ એ માત્ર એક દિવસ નથી, પરંતુ દરરોજની પ્રતિબદ્ધતા છે. ચાલો, આજથી જ ઈન્ડોર-આઉટડોર પ્લાન્ટ્સ અને કિચેન ગાર્ડન અપનાવીને પર્યાવરણની કાળજી લેવાની શરૂઆત કરીએ.આપણા નાના પ્રયાસો આવનારી પેઢી માટે સ્વસ્થ અને લીલી પૃથ્વીની ભેટ બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply