ઈન્ડો-જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ અંતર્ગત 'RECAP4NDC'ના અમલીકરણ માટે સમજૂતી કરાર
Live TV
-
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં તેમજ વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યમાં વન વિસ્તાર-વન બહારના વૃક્ષોના સંરક્ષણ માટે ઈન્ડો-જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરની હોટલ લીલા ખાતે 'રીસ્ટોર,કન્ઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ફોર એનડીસી ઇમ્પલિમેન્ટેશન ઈન ઇન્ડિયા- RECAP4NDC'ના લોન્ચિંગ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
ભારત સરકાર અને જર્મન સરકારના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી ગુજરાતમાં વન વિસ્તાર અને સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બનશે. ગુજરાત પાસે અરવલ્લી, વિદ્યાચલ,સહ્યાદ્રી, ગિરનાર, રણવિસ્તાર અને વિશાળ દરિયાકિનારો આવેલો છે જેથી આ પ્રોજેક્ટના અમલીકરણ ગુજરાતના વન વિસ્તાર અને વન્ય જીવોના સંરક્ષણ અને જતનમાં ખૂબ મોટો ફાયદો થશે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ 'RECAP4NDC'ના અમલીકરણથી ગુજરાતમાં વન વિસ્તારને પુનઃ જીવિત કરવા, વન વિસ્તાર બહાર આવેલા વૃક્ષોના સંરક્ષણ, જાળવણી અને વૃક્ષોની સંખ્યા વધારવા વધુને વધુ પોત્સાહન મળશે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં અલાયદો કલાઈમેન્ટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વન વિસ્તાર બહાર શરૂ કરાયેલા સામાજિક વનીકરણ અભિયાન,વન મંડળીઓ, વન મહોત્સવ, સાંસ્કૃતિક વન, સ્વૈછિક સંસ્થાઓના સહયોગ તેમજ કંપનીઓ દ્વારા CSR ફંડમાંથી વૃક્ષો વાવેતરના પ્રયાસોથી ગુજરાતમાં વન વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં હાલ 22 સાંસ્કૃતિક વનો નિર્માણ કરવામાં આવ્યા છે જયારે ચાલુ વર્ષે 23માં સાંસ્કૃતિક વન તરીકે હરસિદ્ધિ વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં મેન્ગ્રુવના જંગલ વિસ્તારમાં પણ પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત બીજુ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં કચ્છની સરહદે સિરક્રીક વિસ્તારમાં અંદાજે 100 એકરમાં મેન્ગ્રુવના વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
