Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

Live TV

X
  • રાજ્યમાં ઠંડી વધતાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમરેલી અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

    તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ગુજરાતના 13 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી એક અઠવાડિયું 17 ડિગ્રીની તાપમાન રહી શકે છે.

    ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.

    અમદાવાદ, અમરેલી,અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મોરબી, મહેસાણા, કચ્છ, ખેડા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply