એમ.એન.કોલેજ, વિસનગરના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
5 જાન્યુઆરીને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ચીમનાબાઈ સરોવર ખાતે પક્ષી દર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. રાજેશ સેનમા દ્વારા ઈ-બર્ડ અને મર્લિન મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓની ઓળખ કરાવવામાં આવી હતી. પક્ષી દર્શન કાર્યક્રમમાં વિવિધ પ્રકારના જળપ્લાવિત વિસ્તારના પક્ષીઓ જેવા કે રાજ હંજ, જલમાંજર, સર્પગ્રિવ, ચમચો, નકટો, કલકલિયો, વિવિધ પ્રકારની બતકો તથા વેડર્સ- કાદવકીચડ ખુંદનારા પક્ષીઓની ઓળખ કરાવવામાં આવી હતી.
વિભાગના અધ્યાપક ડૉ. રાજેશ સેનમા અને શક્તિ રામાનંદી સહિત 10 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પક્ષીદર્શનમાં પ્રા. શ્રીકાંત મકવાણા-સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર, ડૉ. જીગ્નેશ કનેજીયા- અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણા તથા એમ.એન કોલેજના ભૂતપૂર્વ મુલાકાતી અધ્યાપિકા તન્વી પટેલ જોડાયા હતા. વિગ્સ - બર્ડ્સ ઓફ ઇન્ડિયા ઇવેન્ટમાં એમ. એન. કોલેજની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો.