એશિયન ગેમ્સમાં ગુજરાતનાં ‘રેકોર્ડ બ્રેક’ 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Live TV
-
ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ઉત્તરોત્તર ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં યોજાયેલી 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ગણતરીના ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ આજે રાજ્યે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી 9 સભ્યોની મજબૂત ટુકડી અને 1 હાઈ-વેલ્યુ રિઝર્વ ખેલાડીની પસંદગી થઈ છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.
ઐતિહાસિક વ્યાપ: 12 વર્ષ પહેલાં 2014માં ગુજરાતમાંથી માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે સંખ્યા હવે વધીને ત્રણ ગણી થઈ ગઈ છે.
ગુજરાતી ખેલાડીઓની યાદી:
શૂટિંગ: ઈલાવેનિલ વલારિવન
ટેબલ ટેનિસ: હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ
સોફ્ટ ટેનિસ: અનિકેટ પટેલ
સ્વિમિંગ: આર્યન નેહરા
ટેનિસ: અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી
સ્પ્રિન્ટર: દેવયાની ઝાલા
રિઝર્વ ખેલાડી: જીલ દેસાઈ (ટેનિસ)સફળતા પાછળની રણનીતિ અને નેતૃત્વ:
રમતગમત ક્ષેત્રે આ તેજી રાતોરાત નથી આવી, પરંતુ તે લાંબાગાળાની વ્યૂહરચનાનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 'ખેલ મહાકુંભ' અને 'શક્તિદૂત યોજના' જેવી પહેલ શરૂ કરી હતી, જેના દ્વારા સ્થાનિક સ્તરેથી પ્રતિભાઓ બહાર આવી અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહી છે.આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિશ્વસ્તરીય રમતગમત સંસ્કૃતિના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સરકાર માત્ર ખેલાડીઓને તાલીમ નથી આપી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા માટે આખી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું છે, જેના માટે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
