ઓઈલ અને કેમિકલ આપત્તિ વ્યવસ્થાપન: ગુજરાતમાં રાજ્યવ્યાપી મોકડ્રીલનું આયોજન,ત્વરિત પ્રતિભાવની તૈયારી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને **ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA)**ના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના જિલ્લાઓમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC.ડૉ. જયંતિ રવિએ જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરત સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આયોજિત મોકડ્રીલની વિગતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટરશ્રીઓ પાસેથી મેળવી હતી.તેમણે આવનારા સમયમાં કોઈ પણ આપત્તિ સમયે ત્વરિત પગલાં ભરવા અંગે કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાત એક મુખ્ય ઔદ્યોગિક રાજ્ય હોવાથી, જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ રિફાઇનરીઓ અને રાસાયણિક હબની હાજરીને કારણે કટોકટી સામે સંપૂર્ણ સજ્જ રહેવું અનિવાર્ય છે. મોકડ્રીલનો ઉદ્દેશ્ય આ જ તૈયારીઓને ચકાસવાનો હતો.ભવિષ્યમાં ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી ચકાસવી.વિવિધ સરકારી વિભાગો, ખાનગી ઉદ્યોગો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો વચ્ચેના સંકલનનું મૂલ્યાંકન કરવું.
માનવ સંસાધન અને સાધનોની અસરકારકતા ચકાસવી.સમીક્ષા બેઠકમાં NDMA, GSDMA, SEOC, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો ઉપરાંત સંલગ્ન વિભાગો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરતના કલેક્ટરશ્રીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મોકડ્રીલ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.આ મોકડ્રીલ ગુજરાતને ઓઈલ અને રાસાયણિક આપત્તિઓનો સામનો કરવા માટે વધુ સક્ષમ અને તૈયાર બનાવશે.
