કચ્છના યક્ષ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું
Live TV
-
કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યુરો, ભુજ દ્વારા સાયરા ગામ ખાતે મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રિય સંચાર બ્યુરો, ભુજના ક્ષેત્રિય અધિકારી કમલેશભાઈ મહેશ્વરીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રદર્શન દ્વારા કેન્દ્ર સરકારના 11 વર્ષ સેવા સુશાસનના અવસર પર સરકારની સિદ્ધિઓ તથા વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આ મલ્ટીમીડિયા પ્રદર્શન દ્વારા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની માહિતી દૃશ્યાત્મક અને સરળ રૂપે રજૂ કરવામાં આવી છે, જેથી મેળામાં આવતા લોકો સીધો લાભ લઈ શકે. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પુનઃઉપયોગી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ પૂર્વપ્રચાર અંતર્ગત તાલુકાની વિવિધ શાળાઓમાં યોજાયેલી નિબંધ, વકતૃત્વ, ચિત્ર તેમજ અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તદુપરાંત ઉપસ્થિત મહેમાનોને સ્મૃતિચિહ્નરૂપે મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મેળામાં આવતા પ્રવાસીઓને રોપા પણ આપવામાં આવ્યા હતા. આ મલ્ટીમીડિયા પ્રદર્શન દરમિયાન યક્ષ મેળાની મુલાકાતે આવતા લોકો માટે ખુલ્લું રહેશે. મેળાની મુલાકાતે આવતા લોકો માટે આ પ્રદર્શન સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતતા વધારવામાં એક અસરકારક માધ્યમ સાબિત થશે.
ગુજરાતમાં મીની તરણેતર સમાન યોજાતા યક્ષના બોતેર મેળાનો પ્રારંભ થઇ ગઈ ગયો છે, કચ્છના નખત્રાણા ખાતે આવેલા યક્ષ બોતેરાનું મંદિર ખાતે ધાર્મિક મહત્વ જોડાયેલું છે. યક્ષ ભગવાનએ શિવનું એક સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન યક્ષનું વેદો પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર 1278 વર્ષનો ભવ્ય ઈતિહાસ ધરાવે છે. વર્ષો પહેલાં રાજાશાહી સમય યક્ષબોતેરનો મેળો ભરાતો હતો, જે પરંપરા આજે પણ યથાવત રહી છે. દરવર્ષ યક્ષબોતેર મંદિર ખાતે ભાદરવા મહિનામાં ત્રણ દિવસીય લોકમેળો યોજાય છે.
