કચ્છની ધરા ફરી ધ્રુજી, વહેલી સવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Live TV
-
આજે સવારે 5.25 મિનિટે કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અમદાવાદ સ્થિત સીસ્મોલોજી કચેરીના જણાવ્યા પ્રમાણે કચ્છનાં દૂધઈથી ઉત્તર પશ્ચિમ તરફ 31 કિલોમીટર દૂર અને 8.6 કિલોમીટરની ઉડાઇએ આ આંચકો નોંધાયો હતો.
જેની તીવ્રતા 3.1 બતાવાઈ છે. સવારે 5.25 વાગે આવેલ આ કમ્પનથી ધડાકાભેર અવાજ સાથે ધ્રુજારી અનુભવાઈ હતી. જેને લઈને વહેલી સવારે લોકો સફાળા જાગી ઉઠ્યા હતા. તો મોર સહિત પક્ષીઓ ભૂકંપના અવાજથી ભયભીત બની અવાજ કરતાં માલુમ પડ્યાં હતા.
