Skip to main content
Settings Settings for Dark

કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા ગુજરાત રાજ્યમાં 72 ખરીદી કેન્દ્રો ખુલ્યા

Live TV

X
  • અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 72 ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

    1 ઓક્ટોબર, 2023થી કપાસની સીઝન 2023-24 શરૂ થઇ છે. કપાસમાં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 72 ખરીદ કેન્દ્રો ખોલ્યા છે, ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર (MSP Rates), નજીકના ખરીદ કેન્દ્રો વિશેની વધુ વિગતો માટે, ખેડૂતો નિગમની (CCI) વેબસાઈટ www.cotcorp.org.in જોઈ શકે છે અથવા મોબાઈલ એપ્લિકેશન "કોટ-એલી“ ડાઉનલોડ કરી શકે છે.

    મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)થી ઉપર પ્રવર્તે છે. કપાસના દર ન્યૂનતમ ટેકાના ભાવને સ્પર્શે ત્યારે સીસીઆઇ દ્વારા ખેડૂતો પાસેથી ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં સીસીઆઇ કપાસના તમામ ખેડૂતોને ખાતરી આપે છે કે, જયારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ના સ્તરને સ્પર્શે ત્યારે તે ટેકાના ભાવ પર કપાસની ખરીદી માટે ખરીદ કેન્દ્રો પર હાજર રહેશે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, સીસીઆઇ તમામ કપાસના ખેડૂતોને અપીલ કરે છે કે, તેઓ કોઈપણ ગભરાટની સ્થિતિમાં ન રહે અને વ્યાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને એમ એસ.પી.ના ભાવથી નીચે ન વેચે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply