કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા શિહોર ખાતે કૃષિ મંત્રીએ બેઠક યોજી
Live TV
-
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક બાદ કૃષિ મંત્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.આ મુલાકાત વેળાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીની સીધી સૂચનાના પગલે કૃષિમંત્રીએ શિહોર તાલુકાના કાજાવદર ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
