કમોસમી વરસાદ પડ્યા બાદ ગુજરાતમાં ઠંડીનું મોજું, નલીયામાં 9.2 ડિગ્રી તાપમાન નોધાયું
Live TV
-
ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડ્યા બાદ વાતાવરણ ઠંડુગાર બન્યું છે.
ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડ્યા બાદ વાતાવરણ ઠંડુગાર બન્યું છે. હાલ લોકો શિયાળો પાછો આવ્યો હોય તેવું વાતાવરણ અનુભવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર થયેલા આંકડા અનુસાર નલિયા સૌથી વધુ ઠંડુ સ્થળ બન્યું છે. અહીં પારો સામાન્ય તાપમાનથી 6 ડિગ્રી ગગડીને 9.2 ડિગ્રી નોંધાયું છે. ત્યાર બાદ રાજકોટમાં 10.4 અને પોરબંદરમાં 10.6 ડિગ્રી રહ્યું છે. જ્યારે ડિસા 11.4 તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રી રહ્યું હતું.
