કરોડોનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી આખરે પોલીસ ગિરફ્તમાં.
Live TV
-
મહિસાગર પોલીસે ખેડૂતોને ઠગનાર દંપતીને રાજકોટથી ઝડપી પાડ્યાં : બોડેલી-ડભોઇ-ઉકાઇમાં પણ ફરિયાદ
ખેડૂતો વેપારી અને સામાન્ય જનતાને અનાજના ડબલ ભાવ આપવાની લાલચ આપી અનાજ ખરીદી 15 કરોડનું ફુલેકુ ફેરવનાર કેતન અને લક્ષ્મી ડામોરની મહિસાગર પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે. તેઓએ વિવિધ જિલ્લામાં ઓફિસ બનાવી લુણાવાડા, પંચમહાલ, બરોડા, મહુવા, સુરત, ક્વાંટ, છોટાઉદેપુર વિગેરે સ્થળથી છેતરપીંડી કરી છે. પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ કંપની બનાવી ખેડૂતો અને વેપારીઓ પાસેથી ડાંગર, દિવેલા, ઘઉં વિગેરે અનાજ બજાર ભાવ કરતા વધારે ભાવ આપવાની લાલચ આપી ખરીદી કરી. આ અનાજ બારોબાર વેચી મારતા હતા અને ખેડૂત-વેપારીઓને તેમના પૈસા ચુકવતા ન હતાં.
કેતન ડામોર તથા લક્ષ્મી ડામોર બંને મળીને જેમાં કેતન ૨૦૦૮ની સાલમાં લાઈફ કેર પ્રાઈવેટ લીમીટેડ કંપની સુરત ખાતે રીલાયન્સ ઈન્સ્યોરન્સ પોલીસી વેચવાના એજન્ટ તરીકે કામ કરતો હોય ત્યાર પછી પોતાની કંપની નામે એસ.એન.સી. સને ૨૦૧૦માં વડોદરા ખાતે ખોલી પોતે સી.ઈ.ઓ તથા પત્નીને એમ.ડી.બનાવી તેમની નીચે ડાયરેકટર તથા ગ્રાહકો બનાવી કંપનીની રચના કરેલ જેમાં ઈન્સ્યોરન્સ તથા આધુનિક એગ્રીકલચર, લેન્ડ ડેવલોપર, ડેરી ફોર્મના પ્રોજકેટ ઉપર કામ કરી કંપનીનો વિકાસ કરવાની લોકોને જાહેરાત કરેલ. તેમજ આ બંને બંટી અને બબલીએ મહુવા, સુરત કવાંટ, છોટાઉદેપુર પાવીજેતપુર, લુણાવાડા પંચમહાલ બરોડા માં કંપનીની બ્રાંચો ખોલી ખેડૂતો તથા વેપારીઓ પાસેથી ડાંગર, દિવેલા ઘઉં વિગેરે અનાજ બજાર ભાવ કરતાં વદારે ભાવની લાલચ આપી કરોડો રૃપિયાનું અનાજ ખરીદી કરી કોઈને પૈસા નહી આપી બારોબાર વેચી મારેલ. તેમજ લોકોને પાંચ વર્ષ સાત મહિનામાં પોતાના ઇન્વેસ્ટ કરેલા પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી મહિસાગર દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી વિગેરે જિલ્લાઓમાં લોકો પાસેથી આશરે ૧૫ કરોડ રૃપિયાની ઠગાઈ કરી છુમંત થઈ ગયેલ.