કર્ણાવતી ક્લબ ખાતે ધી ફ્યૂચર ઑફ એજ્યુકેશન એક્સ્પો 2025નો શુભારંભ
Live TV
-
અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત ધી ફ્યૂચર ઑફ એજ્યુકેશન એક્સ્પો 2025નો શુભારંભ
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એજ્યુકેશન એક્સ્પો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત ધી ફ્યૂચર ઑફ એજ્યુકેશન એક્સ્પો 2025નો શુભારંભ કરાવ્યો.
એજ્યુકેશન એક્સ્પોમાં વિવિધ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે એક જ પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓની માહિતી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ એક્સ્પોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી અને માહિતી મેળવી અને આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ધો.10 અને ધો. 12 પછી વિદ્યાર્થીઓને કઈ સ્ટ્રીમમાં જવું, એ માટેની કૉલેજથી લઈને કરિયર કાઉન્સેલિંગ સુધીના તમામ પાસાઓને આવરી લઈ આ એક્સપો વાલી-વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે.
