Skip to main content
Settings Settings for Dark

કલોલ નગરપાલીકા દ્વારા ફાયર સેફ્ટી અને સ્વચ્છતા અભિયાન

Live TV

X
  • રાજ્યમાં રાજકોટ ખાતે થયેલ ગેમઝોન અગ્નિકાંડ અને ગાંધીનગર જીલ્લામાં ફાટી નિકળેલા કોલેરાના રોગચાળા બાદ રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઈ અનિચ્છનિય ઘટના બને નહી તે માટે મહાનગર પાલિકા, નગરપાલિકા, શહેરો ઉપશહેરોમા કડક કાર્યવાહી હાથ ધરીને ફાયર સેફ્ટી, ખાધ્ય સુરક્ષા, સ્વચ્છતા અને ગેરકાયદેસરના અવૈધ બાંધકામ સહિત સંલગ્ન એકમો સામે ખાસ મુહિમ ચલાવવા મહાનગરપાલિકા, નગરપાલિકા અને અન્ય સ્થાનીક ઓથોરિટીને આગળ વધવા અનુરોધ કર્યો છે.

    જેના અંતર્ગત કલોલ શહેરમાં નગરપાલિકાની અધિકારીઓની ટીમ દ્વારા કામગિરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર સેફ્ટીને લઈ સુકન એવન્યુમાં મોટા ભાગની હોટેલ અને ગેસ્ટ હાઉસ સિલ કરાયા હતા. તાજેતરમાં રાજકોટમાં સર્જાયેલ આગ કાંડને લઈ સમગ્ર ગુજરાતમાં તકેદારી હાથ ધરાઇ છે, ત્યારે કલોલ શહેર નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન પણ હાથ ધરાયું હતું. આ ઉપરાંત કલોલ હાઈવે પર આવેલ સિંદબાદ હોટેલ પાસેની મુસાફિર હોટેલ હોટેલ સિલ્વર ઈન હોટેલ શર્મા પેલેસ પુરોહિત હોટેલ તેમજ અન્ય હોટેલોને નોટિસ આપી સિલ કરવામા આવી હતી. આ અંગે નગરપાલિકાની ટીમ સાથે સ્થાનિકો સહિત, કેટલીક હોટલોના વગ ધરાવતા માલિકોની નગર પાલિકાના અધિકારીઓ ઉપર દાદાગીરી જોવા મળી હતી.

    આ કાર્યવાહી પછી શહેરના નાગરિકો અને વેપારીઓમા વિવિદ્ય આક્ષેપો સાથે રોષ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply