Skip to main content
Settings Settings for Dark

કાંકરિયા કાર્નિવલ 2024 નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા કરાયો પ્રારંભ, 7 દિવસ માટે યોજાશે કાર્યક્રમ

Live TV

X
  • 15 માં કાંકરિયા કાર્નિવલ 2024 નું આયોજન તા. 25 થી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું

    દર વર્ષની જેમ આ વર્ષે અણ અમદાવાદમાં 15 માં કાંકરિયા કાર્નિવલ 2024 નું આયોજન તા. 25 થી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. તેની 25 મી ડિસેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 વાગ્યે વિધિવત રીતે કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી કાર્નિવલ પરેડની શરૂઆત કરી હતી.

    વિવિધ કાર્યક્રમો યોજાશે

    શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ વિશેની તમામ માહિતી મેળવી શકે તે માટે થઈને પણ QR કોડ જાહેર કરવામાં આવ્યું છે, તેને સ્કેન કરીને માહિતી મેળવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવાયા છે અને લેસર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે અને નગીના વાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી ચોકલેટ ખોલીને એને સંપૂર્ણ ખાઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકશે.

    સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

    વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો ગીત સંગીત, લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઈ છે. વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે. CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે. નિર્ધારીત પાર્કિંગની જગ્યા સિવાય કોઈપણ જગ્યાએ પાર્ક થઇ શકશે નહીં.

    ગુનાને રોકવા પોલીસ તૈનાત રહેશે

    કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. જેમાં 2 ડીસીપી, 6 એસીપી, 16 પીઆઇ, 63 પીએસઆઇ સહિત 1300 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તેમજ નવ જેટલી શી ટીમ ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કાંકરિયામાં ફરશે. જ્યારે એસઆરપીની એક કંપની એટલે કે 70 જવાનો ખડેપગે રહેશે.

    સીસીટીવીથી સજ્જ હશે તળાવ

    કાંકરિયા લેકમાં તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વીવીઆઇપી સહિત મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેને લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા મિટિંગ યોજી પ્લાન તૈયાર કર્યો છે. જેમાં છેડતી, ચોરી, જેવી ઘટના ન બને તે માટે સમગ્ર કાંકરિયા લેક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં 500 થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.

    મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે

    વર્ષ 2024 ની જેમ ચાલુ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. મુલાકાતીઓની સુરક્ષા, સલામતીને ધ્યાનમાં લઈને AMC દ્વારા રૂપિયા 5045 કરોડનો વીમો લેવામાં આવ્યો છે અને તેનું રૂપિયા 3,91,000 નું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
apply