કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારોને મળ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે, સ્વનિધિ યોજના દ્વારા પ્રધાનમંત્રીએ દેશવાસીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું નિર્માણ કર્યું છે. ગુજરાતમાં આ યોજના માટે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે, જેમાંથી 76 લાખ લોકોને લોન આપવામાં આવી છે અને તેમાંથી લગભગ 45 ટકા ફાળો મહિલાઓ તરફથી મળ્યો છે. અમિત શાહે આજે આ વાત શેરી વિક્રેતાઓ અને તેમના પરિવારોને સંબોધિત કરતી વખતે કહી હતી જેઓ પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓમાં સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન, વિશ્વને આશ્ચર્ય થયું કે ભારતનું શું થશે, પરંતુ પ્રધાનમંત્રીએ લોકડાઉનનો અમલ કરીને સમાજમાં કેવી રીતે સ્વ-શિસ્ત લાવી શકાય તેનું ઉદાહરણ રજૂ કર્યું. કોરોના સામે રક્ષણ માટે રસી બનાવનાર પ્રથમ દેશોમાં ભારત હતું, જે આપણા બધા માટે ગર્વની વાત બની હતી.