કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમા ત્રિદિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાને ઉદ્ધાટિત કર્યો હતો.આ મેળાના ઉદ્ધાટન પ્રસંગમાં સંબોધન કરતા અમિત શાહે ભારતીય મૂલ્યોને સાચવવાના કામ માટે હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન ને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે ગુજરાતના યુવાનો અહીંની વિવિધ પ્રતિ કૃતિઓ અને મંદિર સહિત વિવિધ ધાર્મિક સંસ્થાના તેમજ ભારતીય ધાર્મિક સંસ્કૃતિથી માહિતગાર થઈ શકશે. આ તકે બોલતા તેમણે પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભને સમરસતાનું સૌથી મોટો પ્રતિક ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આ આધ્યાત્મિક મેળો 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક, ધાર્મિક, સર્જનાત્મક, વિષયોનું સમન્વય કરવામાં આવ્યું છે. જેમાં 11 થી વધુ મંદિરોનું લાઇવ દર્શન, કુંભ મેળા દર્શન, ગંગા આરતી તેમજ વનવાસી ગ્રામ મુખ્ય આકર્ષણ છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આ આધ્યાત્મિક મએળો 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક , ધાર્મિક, સર્જનાત્મક, વિષયોનું સમન્વય કરવામાં આવ્યું છે. જેમાં 11 થી વધુ મંદિરોનું લાઇવ દર્શન, કુંભ મેળા દર્શન, ગંગા આરતી તેમજ વનવાસી ગ્રામ મુખ્ય આકર્ષણ છે.
કેન્દ્રીય ગહમંત્રી આ કાર્યક્રમ બાદ સુરત જવા રવાના થશે. જયાં ડુમસ રોડ ખાતે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેમજ સુરતથી પરત અમદાવાદ આવીને તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.