Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાડજ ઓવરબ્રિજનું ઉદધાટન અને ESIC સંચાલિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું

Live TV

X
  • APMC ખાતે ગાંધીનગરના ખેડૂતો દ્વારા આયોજીત ઋણ સ્વીકાર સંમેલનમાં ભાગ લેશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સીટી પાસે એયુડીએ દ્વારા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું ઉદધાટન કર્યું હતું.  તેમજ  અમિત શાહ વીરોચન નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એયુડીએ દ્વારા નિર્મિત મિલન કેન્દ્ર સમાજવાડીનું ઉદધાટન પણ કર્યું હતું. આ સાથે તેમણે સાણંદમાં તૈયાર થનાર 350 બેડની ESIC હોસ્પિટલની શીલાન્યાસ વિધી પણ કરી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. તેઓ બાવળા APMC ખાતે  ગાંધીનગરના ખેડૂતો દ્વારા આયોજીત ઋણ સ્વીકાર સંમેલનમાં ભાગ લેશે. સાથે સાથે તેઓ અમદાવાદમાં એએમસી દ્વારા નવનિર્મિત દક્ષિણ-પશ્રિમ ઝોન કાર્યાલયનું ઉદધાટન કરશે અને EWS આવાસો અને શકરી તળાવના નવીનીકરણનું ખાતમૂર્હત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply