Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે, કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર પ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આજે (18 ઓગસ્ટ, રવિવાર) અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. અહીં તેઓ અનેક જનકલ્યાણ અને લોકહીતના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે, જે અંતર્ગત શહેરના થલતેજ, વેજલપુર, મકરબા, પ્રહલાદનગર, બોડકદેવ, નવા વાડજ, અને સાબરમતી જેવા વિસ્તારોમાં લોકહીતાર્થના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

    કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અમદાવાદમાં વર્ષોથી વસતા શરણાર્થી ભાઈઓ-બહેનોને CAA અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કરાશે.  બોડકદેવ સ્થિત પંડીત દીનદયાલ હોલમાં CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને CAA અંતર્ગત નાગરિકોને પ્રમાણપત્ર એનાયત કરશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં ઘણાં કાર્યક્રમોમાં હાજરી આપશે. ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજ નજીક સિંધુભવન રોડ નજીક અને પીઆરએલ કોલોની ખાતે નિર્માણ પામેલા મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે.

    વૃક્ષારોપણ કાર્યક્રમ: મકરબા-વેજલપુરમાં હરીયાળી લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી યોજના અન્વયે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે.

    સ્મિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ: અમિત શાહ મકરબા વિસ્તારમાં કોર્પોરેટ રોડ સ્થિત નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ કરશે.

    AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રહ્લાદ નગરના પાંચા તળાવની સામે આવેલા ગ્રીન એકર પાસે AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.

    CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

    બોડકદેવ સ્થિત પંડીત દીનદયાલ હોલમાં CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને CAA અંતર્ગત નાગરિકોને પ્રમાણપત્ર એનાયત કરશે.

    મામલતદાર કચેરીનું લોકાર્પણ: પોતાના મતવિસ્તારમાં સમાવેશ પામતી નારણપુરા વિધાનસભા અંતર્ગત આવતા નવા વાડજ સ્થિત ભીમજીપુરા સર્કલ સ્થિત નવનિર્મિત મામલદાર કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ધાટન કરશે.

    કાર્યકર્તા સંમેલન: સાબરમતી સુભાષબ્રીજ નજીક બત્રીસી ભવનમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને કાર્યકર્તા અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply