Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરશે અને નક્સલ વિરોધી અભિયાનને ગતિ પણ આપશે. તેમના છત્તીસગઢના પ્રવાસ દરમિયાન અમિત શાહ રવિવારે રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ આપીને તેમના મનોબળમાં વધારો કરશે.

    જે બાદ જગદલપુરના સર્કીટ હાઉસમાં નક્સલ પીડિતો સાથે મુલાકાત કરશે સાથે જ હથિયારો છોડીને મુખ્ય ધારામાં સામેલ થયેલા લોકો સાથે પણ, મુલાકાત કરશે. સોમવારે તેઓ બસ્તર ઓલિમ્પિક સમાપનના સમારોહમાં ભાગ લેશે, અને રમતવીરો સાથે વાતચીત કરી, તેમના ઉત્સાહમાં વધારો કરશે.

    જગદલપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં વીરગતિ પ્રાપ્ત કરનાર જવાનોના પરિવારજનો સાથે મળી તેમને સહાનુભુતિ આપશે. અને હિંસામાં માર્યા ગયેલા નાગરિકોના પરિવારજનો સાથે મુલાકાત કરશે. ગૃહમંત્રી જગદલપુરમાં વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-02-2025 Max Temp : °C Min Temp : °C
apply