Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, અમદાવાદમાં 3 કાર્યક્રમોમાં આપશે હાજરી

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે આવશે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજરોજ ત્રણ કાર્યક્રમની અંદર તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તો સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah સિંધુ ભવન રોડ પર આવેલા અને બોડકદેવમાં તૈયાર થયેલી ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપશે. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને અમદાવાદ વાસીઓને ભેટ આપશે. 

    આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહમાં બીજા કાર્યક્રમની વાત કરીએ તો BAPS સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાનો છે. જેમાં BAPS દ્વારા આધુનિક ટેકનોલોજી યુક્ત 1800 લાઈટ, 30 પ્રોજેક્ટર અને 2000 થી વધુ સ્વયંસેવકો પરફોર્મન્સના વિરલ સમન્વયનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. સાથે સાથે સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજ માટે નિસ્વાર્થ સેવાભાવી કાર્ય કરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિવસે ભાવાંજલિ આપવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

    આ ત્રણેય કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે

    આ ઉપરાંત વધુ એક સંસ્થાના કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah સહભાગી થવાના છે. આમ અમદાવાદમાં આયોજિત મુખ્ય ત્રણ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની વિશેષ ઉપસ્થિતિમાં યોજવાના છે. આ ત્રણેય કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply