કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે "શ્રી કમલમ"નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Live TV
-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર ભાજપના નવીન કાર્યાલય "શ્રી કમલમ"નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, કાર્યકર્તા પદાધિકારી અને કાર્યાલય ભેગા થાય તો જ પાર્ટી બને. નેતા હોય અને કાર્યકર્તા ન હોય તો પાર્ટી ન ચાલે. પાર્ટીની કલ્પના શરીર તરીકે કરીએ તો મસ્તક એટલે કાર્યાલય છે. કોઈપણ પાર્ટી વિચારધારા અને કાર્ય સંસ્કૃતિ વિના ન ચાલી શકે અને ભાજપાની તો ક્યારેય પણ કાર્ય સંસ્કૃતિ અને વિચારધારા વિના કલ્પના પણ ન થઈ શકે. આ સ્થાપિત વિચારધારા અને કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવાનું કામ કાર્યાલય કરતું હોય છે.
શાહે ઉમેર્યું હતું કે સદસ્યતા અભિયાન અંતર્ગત અનેક સભ્યો બનાવ્યા છે અને આ સભ્યો એ આપણા શુભેચ્છકો છે આપણી કામગીરીના આધાર પર અને વિચારધારાની સ્વિકૃતિથી તેમને કાર્યકર્તા બનાવવાનું કામ કરવું અને કાર્યકર્તા નિર્માણની આ સતત જોડવાની પ્રક્રિયા કાર્યાલય કરતું હોય છે. તેઓએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે એક અભિયાન આદર્યું હતું કે દરેક જિલ્લામાં ભાજપના કાર્યાલય હોવા જોઈએ અને આજે દેશમાં 92% જિલ્લાઓમાં તે કાર્યરત થયા છે અને 70% કાર્યાલયમાં લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. જનસંઘથી શરૂ કરીને આજ દિન સુધીના પાર્ટીના પારિત થયેલા બધા પ્રસ્તાવનો એક સંપુટ આ લાયબ્રેરીમાં ઉપલબ્ધ રહેશે.
