કેન્દ્રીય બજેટ ચૂંટણીલક્ષી નહીં પરંતુ વિકાસલક્ષી : મનસુખ માંડવિયા
Live TV
-
ભાવનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના સેમીનારમાં આયુષ્યમાન ભારત યોજના સહીત વિવિધ યોજનાઓથી થનારા લાભની કરી વિસ્તૃત છણાવટ
ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજેટ અંગે સાચી સમજણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બજેટલક્ષી સેમિનારમાં કેન્દ્રીયમંત્રી મનુસુખ માંડવિયા ખાસ હાજર રહ્યા હતા. ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ભાવનગરના વિકાસ માટે પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ, દરિયા પરના પુલનું નિર્માણ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને લગતી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ આ બજેટ તેમજ જીએસટી અને નોટબંધીના ફાયદા અંગે સમજણ આપી હતી. તેમજ આગામી સમયમાં મોદી સરકારનું ખેતી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. ઉપરાંત, આગામી સમયમાં દેશમાં અનેક નવા એરપોર્ટ બનાવાશે. તેમજ નવા વિમાનો સેવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે, અગાઉની સરકારના બજેટ ચૂંટણીલક્ષી હતા. જયારે મોદી સરકારનું બજેટ વિકાસલક્ષી છે. તેમણે બજેટની પરિભાષા બદલી નાંખી