કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર આજે અમદાવાદના મહેમાન બન્યા છે, તેઓનું અમદાવાદ એરપોર્ટ પર ભાજપના કાર્યકર્તાઓ અને યુવા ખેલાડીઓ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમન સમયે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, ગુજરાત સાથે તેનો ખૂબ જૂનો નાતો રહ્યો છે અને તેઓને ગુજરાતના ભાજપના સાથીદારો સાથે રહીને ઘણા કાર્યક્રમો દ્વારા ભારતને એકજૂટ કરવાનું કામ કર્યું છે. આજે તેઓ આયુષ ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ સમીટ સહિત વિવિધ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે.
