Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનાનું ઉત્તમ ઉદાહરણ

Live TV

X
  • કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના લોકો માટે આર્શીવાદરૂપ બની રહી છે. જરૂરિયાત વર્ગના લોકો આ યોજનાનો લાભ મળતા ઘણા ખુશ છે.

    કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના લોકો માટે આર્શીવાદરૂપ બની રહી છે. જરૂરિયાત વર્ગના લોકો આ યોજનાનો લાભ મળતા ઘણા ખુશ છે. સુરેન્દ્રનગરના  રહેવાસી અરુણાબેન પારેખને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ સારવાર માટે શહેરની સી.યુ.શાહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દર્દીની સારવાર માટેનો ખર્ચ આશરે 2 લાખથી વધુ થવાની શક્યતાને લઇ હોસ્પિટલના ડોક્ટરે દર્દીના પરિવારને જાણ કરી હતી. દર્દીને એન્જીયોગ્રાફી કરીને  સ્ટેન્ડ મૂકવું પડે તેવી પરિસ્થિતિ કારણે હોસ્પિટલના ડોક્ટરે સરકારની આયુષ્યમાન કાર્ડ અંગે માહિતગાર કર્યા હતા. આ સમયે દર્દીના પરિવાર પાસે આયુષ્યમાન યોજના કાર્ડ હોવાથી દર્દીને  વિનામુલ્યે સારવાર કરી આપવામાં આવી હતી. આ સાથે દવા તેમજ લેબોરેટરીનો ખર્ચ સહિત રહેવા,જમવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવેલ દર્દીના પરિવારો ખુશી પણ વ્યક્ત કરી હતી. સી.યુ. શાહ હોસ્પિટલે અત્યાર સુધીમાં પચાસથી વધુ ઓપરેશન આ યોજના થકી ફ્રીમાં કરવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply