કેરળ પૂરગ્રસ્તો માટે રાજ્યના મહેસૂલ મંત્રીએ કેરળ સરકારને 10 કરોડનો સહાય ચેક અર્પણ કર્યો
Live TV
-
મહેસુલમંત્રીએ કુદરતી હોનારત સમયે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતે કરેલ કામગીરીની વિગતે ચર્ચા કરી હતી
મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે ગુજરાત રાજ્ય તરફથી ચીફ મિનિસ્ટર્સ રીલીફ ફંડમાંથી કેરળના પુર અસરગ્રસ્તો માટે કેરળના મુખ્યમંત્રી પીનારાયી વિજયનને મળી રૂ.10 કરોડનો ડીડી અસરગ્રસ્તો માટે અર્પણ કર્યો હતો. મહેસૂલમંત્રીએ કેરળના મુખ્યમંત્રીશ્રી પીનારાયી વિજયનની મુખ્યમંત્રી કાર્યાલય, તિરૂવનંતપુરમ ખાતે મુલાકાત લઈ, કેરળમાં આવેલ કુદરતી આફત સામે સહાયરુપ રૂ. 10 કરોડનો ડિડી અર્પણ કર્યો. તો આ તરફ કેરળના પુર અસરગ્રસ્તો માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો પણ અનાજની કિટ, બ્લૅનકેટ્સ અને દવાઓ તથા અન્ય વસ્તુઓ રાહત સામગ્રી તરીકે આપીને ઉદાર હાથે મદદ કરી રહ્યા છે. તો મહેસુલમંત્રીએ કુદરતી હોનારત સમયે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતે કરેલ કામગીરીની વિગતે ચર્ચા કરી હતી