કેવડિયામાં વધુ એક નવું નજરાણું : રાજ્યમાં 3 નવા સફારી પાર્ક બનશે
Live TV
-
રાજ્યના ત્રણ જિલ્લા સુરત, ડાંગ અને નર્મદામાં ત્રણ નવા સફારી પાર્ક બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માટે દરખાસ મોકલી દેવાઈ છે.
પ્રવાસનને વેગ આપવા અને પ્રાણીઓના સંરક્ષણ માટે રાજ્યમાં વધુ ત્રણ સફારી પાર્ક બનાવવાની વનવિભાગ મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી છે. વન વિભાગ મંત્રીએ કહ્યું કે, આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માટે દરખાસ્ત મોકલી દેવાઈ છે, જે ટૂંક સમયમાં મંજરી મળી જશે.
ક્યાં બનશે નવા સફારી પાર્ક
1 સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં 50 હેકટરમાં દીપડા સફારી પાર્ક
2 ડાંગમાં 32 હેકટરમાં દીપડા માટેનું સફારી પાર્ક બનશે
3 નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે કેવડિયા (તિલક વાડા)માં 65 હેકટર માં ટાઇગર સફારી પાર્ક આકાર પામશે.
ટાઈગર સફારી પાર્કમાં કેન્દ્ર સરકારની મંજૂરી લઈ 8 નવા વાઘ વધારવા માં આવશે. તે પ્રમાણે સાસણ ગીરમાં દર વર્ષે 5 લાખ થી વધુ પ્રવાસીઓ આવતા હોવાથી ત્યાં ભારણ ઓછું કરવા માટે અમરેલી જિલ્લામાં આંબરડી સફારી પાર્ક માં "લાયન સફારી પાર્ક"માં હાલ 3 સિંહો હાલ છે, જેમાં વધારાના 5 સિંહ મુકવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે.
એક મઝાની વાત એ છે કે, કેવડિયા કૉલોની ખાતે તૈયાર થઇ રહેલા સ્ટેચ્યુ ઑફ યુનિટીની સાથે હવે ટાઇગર સફારી પાર્ક પણ આકાર પામશે, જેનાથી પ્રવાસનને વેગ મળશે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા તમામ પ્રવાસીઓને તિલકવાડા ખાતે તૈયાર થનારા ટાઈગર સફારી પાર્કનો પણ આનંદ મળશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક