કૉંગ્રેસનું DNA એન્ટી નર્મદા અને એન્ટી ગુજરાત : ભરત પંડ્યા
Live TV
-
ગુજરાતન કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવી પર ભાજપના પ્રહાર, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કૉંગ્રેસને ગણાવી ગુજરાત વિરોધી
ગુજરાત ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટ્વીટર વૉર શરૂ થઇ ગયું છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કૉંગ્રેસને આડે હાથ લેતા લખ્યું છે કે, કૉંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી જ રહ્યું છે. કૉંગ્રેસના ડીએનએમાં એન્ટી નર્મદા અને એન્ટી ગુજરાત જ રહ્યું છે.
આ સાથે જ તેમણે ગુજરાત કૉંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રાજીવ સાતવીને પણ આડે આથ લેતા લખ્યું છે કે, કૉંગ્રેસે એવી વ્યક્તિને ગુજરાત પ્રભારી બનાવ્યા છે, જેમણે નર્મદા વિરોધી મેઘા પાટકરના સમર્થનમાં હતા. ગુજરાત ભાજના પ્રવક્તા ભરત પંડ્યાએ ટ્વીટ અને ફેસબુક પોસ્ટ મારફતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજીવ સાતવ અશોક ગેહલોતના સ્થાને નવા કૉંગ્રેસે ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જેઓ મહારાષ્ટ્રના ટોચના નેતા એવા રાજીવ સાતવ ગુજરાત કૉંગ્રેસના સહ પ્રભારી હતા. આ સિવાય લાલજી દેસાઈને કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત કૉંગ્રેસની સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરી રહ્યાં છે, જેના ભાગરૂપે યુવાનેતાઓને મહત્વના પદનું સુકાન સોંપી રહ્યા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક