Skip to main content
Settings Settings for Dark

કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ - GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ

Live TV

X
  • www.gcas.gujgov.edu.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં ઉપલબ્ધ

    રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

    મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) લાગુ કરવામાં આવી છે. જેની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડિ્‌મશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. 

    જેને પગલે હવેથી રાજ્યની 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર 2,343 જેટલી કૉલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી  રૂ.300 એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે . 

    આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.

    અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે. 

    કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?

    ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply