Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં જનજીવન પુનઃ ધબકતું કરવાની નેમ નીતિન પટેલે વ્યક્ત કરી

Live TV

X
  • કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં જનજીવન પુન ધબકતું કરવાની નેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કરી છે. બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક પાર કરી છે અને હવે રાજ્યમાં ખેતી, ઉદ્યોગ-ધંધા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તબક્કાવાર છુટછાટ આપી જનજીવનને ફરી શરૂ કરવામાં આવશે.  તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ અને ભાવનગરની જેમ બોટાદ પણ તેની આરોગ્ય સેવાના કારણે સૌરાષ્ટ્રમાં મહત્વનું કેન્દ્ર બની રહેશે.

    આ પ્રસંગે વિશેષપણે ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રી સૌરભ પટેલે બોટાદને મેડિકલ કોલેજ ફાળવવા બદલ નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. નીતિન પટેલે તેમની બોટાદ મુલાકાત દરમિયાન આરાધના કોરોના હોસ્પિટલ તેમ જ જ્યાં નવી સિવિલ હોસ્પિટલ આકાર પામશે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત, બરવાળા તાલુકા આરોગ્ય કેન્દ્રની માહિતી પણ મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply