કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
Live TV
-
સાબરકાંઠાના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપ્યા બાદ શુક્રવારે રાત્રે CID ક્રાઈમે તેની પૂછપરછ હાથ ધરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણામાં આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એક મહિનાથી ફરાર આરોપીને સીઆઈડી ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડીને દબોચી લીધો હતો.
