ખાણખનીજ વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ખનિજ હનન કરતા કુલ 10 ડમ્પર સહિત બે કરોડનો મુદ્દામાલ જપ્ત
Live TV
-
ગેરકાયદે ખનિજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ
ખનિજ વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ખનિજ હનન કરતા કુલ 10 ડમ્પર સહિત બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા મોરબી જીલ્લા ખાણ ખનીજ વિભાગનાં નિયામક જગદીશ વાઢેરએ જણાવેલ કે તાજેતરમા મોરબી જીલ્લામાં કાંતિપુર પાસે ગેરકાયદે ખનિજ હનન કરતા કુલ 10 ડમ્પર, એકસવેટર હિટાચી મશીન સહિત કુલ બે કરોડનાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા પણ કડક કાર્યવાહીનાં ભાગ રૂપે એક હિટાચી મશીન સહિત બે ટ્રકને ગેરકાયદે ખનિજ હનન કરતા ઝડપી કડક કાર્યવાહી સાથે કુલ મલી રૂપિયા ત્રણ કરોડનાં મુદ્દામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.