Skip to main content
Settings Settings for Dark

ખેડા પોલીસની ‘રક્ષક’ભૂમિકા: સચોટ આયોજનથી બે મહિનામાં 14 અમૂલ્ય જિંદગીઓ બચાવી

Live TV

X
  • ખેડા: સડક પર વહેતું લોહી અટકાવવા જ્યારે ખાખી વર્દી 'રક્ષક' બનીને મેદાને ઉતરે છે, ત્યારે કેવાં સકારાત્મક પરિણામો મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ ખેડા પોલીસે પૂરું પાડ્યું છે.

    અકસ્માતોનું ઊંડું વિશ્લેષણ, જોખમી વળાંકોમાં સુધારો અને ટ્રાફિક નિયમોના ચુસ્ત અમલ દ્વારા માત્ર બે જ મહિનામાં 14 અમૂલ્ય જિંદગીઓને મોતના મુખમાંથી બચાવી લેવામાં ખેડા પોલીસને ભગીરથ સફળતા મળી છે. દંડની કડકાઈ અને માનવીય સંવેદનાના સંગમથી જિલ્લાના માર્ગો હવે વધુ સુરક્ષિત બન્યા છે.પોલીસે અકસ્માતો ઘટાડવા માટે જિલ્લાના ૫ ‘બ્લેક સ્પોટ’ (અકસ્માત પ્રભવિત વિસ્તારો) ઓળખી કાઢ્યા છે. ત્યાં બ્લિંકિંગ લાઈટ્સ અને સાઈન બોર્ડ્સ લગાવીને માળખાગત ખામીઓ દૂર કરવામાં આવી છે. અકસ્માત માટે સવાર અને સાંજનો સમય વધુ ઘાતક જણાતા, હાઈવે પર ઈન્ટરસેપ્ટર વાહનો તૈનાત કરી નિયમભંગ કરનારા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે.

    વિશેષ ઝુંબેશ હેઠળ ખેડા પોલીસે નીચે મુજબની કામગીરી કરી છે.ઓવરસ્પીડ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા 10 હજારથી વધુ ચાલકો તેમજ હેલ્મેટ વગરના 2900 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે.માત્ર દંડ જ નહીં, પરંતુ 50 હજારથી વધુ નાગરિકોને સેમિનાર દ્વારા ટ્રાફિક નિયમો સમજાવી સુરક્ષાનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે.પોલીસની આ કવાયતથી અકસ્માતના આંકડાઓમાં મોટો સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2024ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં નોંધાયેલા 69 મૃત્યુની સરખામણીએ, ૨૦૨૫ના સમાન ગાળામાં આ આંક ઘટીને 55 થયો છે. આમ, સચોટ આયોજન અને અમલીકરણ દ્વારા બચેલી 14 જિંદગીઓ સાબિત કરે છે કે સાવચેતી અને તકેદારી જ માર્ગ સુરક્ષાની સાચી ચાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply