ખેડૂતોને મોટી રાહત: કૃષિ સહાય પેકેજની અરજીની સમયમર્યાદા લંબાવાઈ
Live TV
-
કમોસમી વરસાદને કારણે ઉભા પાકને થયેલા વ્યાપક નુકશાન સામે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
નુકશાનગ્રસ્ત ખેડૂતોને વધુ સમય મળી રહે તે હેતુથી, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા સાત દિવસ માટે લંબાવવામાં આવી છે.હવે ખેડૂતો આગામી તા. 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.ખેડૂતોને અપીલ છે કે જેમણે હજી અરજી નથી કરી, તેઓ ત્વરિત આ યોજનાનો લાભ લે.
